વિહિપ અને બજરંગ દળ દ્વારા વીરપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkJun 23, 2019, 07:50 AM ISTવિહિપ અને બજરંગ દળ દ્વારા વીરપુર મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જીગર પટેલ

ભાસ્કર ન્યુઝ | વીરપુર

અલીગઢમાં બે વર્ષની માસુમ બાળકી ટ્વિંકલની હત્યા કરનાર હત્યારાઓએ જે રીતે માસુમ બાળકીની હત્યા કરી છે તેને સમગ્ર દેશ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ સહીત વિવિધ સંગઠનોએ તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહીતી અનુસાર, નરાધમોએ જે પ્રકારે હત્યા કરી છે તે જોતાં આરોપીઓ જીવંત રહેવાને લાયક નથી. આ નરાધમોએ સૌપ્રથમ નિર્દોષ બાળકીનું અપહરણ કરી આંખો ફોડી અને ત્યાર બાદ તેની ગળું દબાવી હત્યા કરી અને તેના પર એસિડ છાંટીને બાળકીને રહેસીનાખી હતી.

જેથી આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે આરોપીને ફાંસીની સજા આપી ટ્વીનકલના પરિવારજનોને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ, દુર્ગા વાહીની સહિત ના સંગઠનો દ્વારા વીરપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ફોટો - http://v.duta.us/obuhuAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3LJucAAA

📲 Get Vadodara News on Whatsapp 💬