સાબરડેરી હવે ઘેટાં, બકરાં અને ઊંટડીનું દૂધ નહીં લે

  |   Himatnagarnews

DivyaBhaskar News NetworkJun 23, 2019, 06:35 AM ISTફૂડ સેફ્ટી અેન્ડ સ્ટાર્ન્ડઝ અોથોરીટી અોફ ઇન્ડિયા અેફ અેસ અેસ અે અાઇ નો હવાલો અાપી સાબરડેરી દ્વારા ઘેટાં, બકરાં અને ઊંટડીનુ દૂધ સંપાદન બંધ કરવા મંડળીઅોને પરિ૫ત્ર કરાયો છે. જેને કારણે સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોઅે અઢી લાખથી વધુ ઘેટા, બકરા અને ઊંટડીનું દૂધ ક્યાં વેચવુ તેની સમસ્યા પેદા થઇ છે. જોકે, સાબરડેરી દ્વારા હૈયાધારણ અાપવામાં અાવી છે કે જે પશુપાલકો અેફ.અેસ.અેસ.અે.અાઇ ના નિર્દેશો અને માપદંડનુ પાલન કરશે તેમનુ દૂધ લેવામાં કોઇ બાધ નથી.

સાબરડેરી દ્વારા છેલ્લા ત્રણેક સપ્તાહથી દૂધમંડળીઅોને ઘેટા બકરા અને ઊંટડીનુ દૂધ લેવાનુ બંધ કરવા પરિપત્ર કરાયો છે. જેમાં જણાવાયુ છે કે સુધારેલા ખાદ્ય સુરક્ષા અને ખોરાકી ચીજવસ્તુઅોમાં ભેળસેળ અટકાવવા દૂધની સૂક્ષ્મ જીવાણુકીય ગુણવત્તાના ઉંચા માપદંડ સાથે કાયદો અમલમાં અાવી ગયો છે અને અેફ અેસ અેસ અે અાઇ ના કાયદા અંતર્ગત દૂધમંડળીઅોઅે પણ ખાદ્ય સુરક્ષા પરવાનો લેવો ફરજીયાત છે અને નિયત માપદંડોનુ અમલીકરણ જરુરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7SLj-AAA

📲 Get Himatnagar News on Whatsapp 💬