સુરેન્દ્રનગરમાં 8.88 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બસ સ્ટેશનનું ખાતમુર્હુત

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તા.22 જૂન 2019, શનિવાર

સુરેન્દ્રનગર ખાતે અંદાજે રૂા. ૮.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક સુવિધા સભર બસ સ્ટેશનનું રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું.

લખતર ખાતે રૂા. ૨.૧૧ કરોડ અને ધ્રાંગધ્રા ખાતે રૂા. ૩.૩૨ કરોડના ખર્ચે એસટીના નવા આધુનિક ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા સહિત અમદાવાદના સીનીયર ઓડીટર ઓફીસર જે.એ.બારોટ, રાજકોટ વિભાગના વહિવટી અધિકારી કિંજલબેન દવે સહિત અધિકારી, પદાધિકારીઓ તેમજ એસટી વિભાગના કર્મચારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્યારે ધ્રાંગધ્રા ખાતે પણ નવ નિર્મિત બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ધ્રાંગધ્રા શહેર પ્રમુખ, મહામંત્રી, પાલિકા પ્રમુખ, મામલતદાર સહિત સંગઠનના હોદ્દેદારો પાલિકાના પદાધિકારીઓ, સદસ્યો, કારોબારી ચેરમેન, ડેપો મેનેજર, પૂર્વ ડેપો મેનેજર સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ફોટો - http://v.duta.us/JbbE8gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JiGSxAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬