સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં ફરી પલ્ટો : ઠેકઠેકાણે છાંટા પડયા

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તા.22 જૂન 2019, શનિવાર

સમગ્ર રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક તાલુકાઓમાં પણ અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને વાદળછાયા વાતાવરણ બાદ ઝરમરથી લઈ વરસાદી ઝાપટાં પડયાં હતાં.

આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં થોડા દિવસો પહેલાં વાવાઝોડાની અસરને પગલે જિલ્લામાં સાર્વત્રિક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમુક તાલુકાઓમાં વરસાદ પણ પડયો હતો. જ્યારે વાવાઝોડાની અસર બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતાવરણમાં ગરમી જોવા મળી હતી. પરંતુ ફરી સમગ્ર રાજ્ય સાથે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ બાદ અમુક તાલુકાઓમાં વરસાદ પણ નોંધાયો હતો.

જેમાં ધ્રાંગધ્રા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા તેમજ ઝરમર વરસાદ પડયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારોમાં તેમજ લીંબડી, સાયલા, ચુડા પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા પડયાં હતાં. જ્યારે ગરમી અને ઉકળાટથી ત્રાહીમામ પ્રજાજનોએ વરસાદના કારણે ગરમીથી રાહત અનુભવી હતી.

ફોટો - http://v.duta.us/9DeIywAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Eiyy5wAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬