સુરેન્દ્રનગર: લોકાર્પણના 24 કલાકમાં જ બસ સ્ટેન્ડને અસામાજિક તત્વોએ કરી તોડફોડ

  |   Gujaratnews

સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના લખતર ખાતે નિર્માણ પામેલું બસ સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું.

લખતરના નવા બનાવેલા બસ સ્ટેન્ડને લોકાર્પણ કરે બજી 24 કલાક પણ થયા નહોતા, ત્યાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. પોલીસને આ મામલે હજી જાણવા મળ્યું નથી કે, બસના તોડફોડમાં કોનો હાથ છે.

તમને જણાવી દઇએ કે, 22મી જૂને સુરેન્દ્રનગરના લખતર ખાતે નવા બનાવાયેલા બસ સ્ટેન્ડનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ લોકાર્પણ કર્યું હતું. પરંતુ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી સરકારને કંઇક સંદેશો આપવા માંગતા હોય તેમ ટી.સી રૂમની બારી સહિત અન્ય રૂમોનાં કાચ તોડી નાંખીને ઘણું જ નુકશાન પહોંચાડ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/VqEB5gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ff2JrAAA

📲 Get gujaratnews on Whatsapp 💬