30.55 લાખનો દારૂ પકડાતા વંથલીના ફોજદાર સસ્પેન્ડ

  |   Junagadhnews

જૂનાગઢ, તા.22 જૂન 2019, શનિવાર

વંથલી તાલુકાના કોયલી ગામની સીમમાં ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી ૩૦.૫૫ લાખનો દારૂ પકડયો હતો. આ મામલે ફરજમાં બેદરકારી બદલ ઇન્ચાર્જ એસ.પી.એ વંથલીના ફોજદારને સસ્પેન્ડ કર્યા છે અને દારૂ અંગેની તપાસ એલ.સી.બી.ને સોંપી છે.

આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના કોયલી ગામની સીમમાં જાહેર જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ થયા તે પૂર્વે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડયો હતો. અને ૩૦.૫૫ લાખની કિંમતનો ૯૪૧૬ બોટલ વિદેશી દારૂ, રાજસ્થાન પાસીંગનો ટ્રક, એક દૂધ હેરફેર કરતો ટેમ્પો તથા ભુસુ ભરેલા ૧૭૫ કોથળા સહિત કુલ ૫૦.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલે ફરિયાદ કરતા વંથલી પોલીસે બન્ને વાહન ચાલક તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો....

ફોટો - http://v.duta.us/27UH8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5uFV9AAA

📲 Get Junagadhnews on Whatsapp 💬