4 આના અને 2 આનાના સિક્કા આજના 1 રૂપિયા જેવા જ હતા

  |   Anandnews

DivyaBhaskar News NetworkJun 23, 2019, 05:50 AM ISTઆણંદ સ્થિત મોટી ખોડિયારમાં રહેતા 48 વર્ષીય રહીશે ભારતના જૂના ચલણી સિક્કા સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. જેને પગલે તેમણે વર્ષ 1835થી લઈ છેક વર્ષ 2000 સુધીના અલગ-અલગ પ્રકારના ભારતીય ચલણી સિક્કા ભેગા કર્યા છે. રસપ્રદ બાબત તો એ છે કે, મોટાભાગના સિક્કા તેમણે કેટલીક વ્યક્તિઓ પાસેથી વધુ પૈસા આપીને ખરીદ્યા છે.

કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષથી મને જૂની ભારતીય ચલણી સિક્કા ભેગા કરવાનો શોખ જાગ્યો છે. જેને કારણે મેં અત્યાર સુધી આવા અલગ-અલગ 60 જેટલા સિક્કા ભેગા કર્યા છે. વર્ષો જૂના ચાર આના અને બે આનાના સિક્કા તો આજના એક રૂપિયાના સિક્કા જેવા જ હતા. વર્ષ 1989ના સિક્કા પર જવાહરલાલ નહેરૂનો ફોટો છે. તો કેટલાંક સિક્કા પર ઈન્દિરા તેમજ મહાત્મા ગાંધીનો ફોટો છે. વર્ષ 1835ના એક ક્વાર્ટરના સિક્કા પર જ્યોર્જ પાંચમાના ફોટો અંકિત થયેલા છે. 1982ના ચલણી સિક્કા પર એશિયન ગેમ્સ પણ અંક્તિ થયેલી છે. આ અંગે તેઓ કહે છે કે, આગામી પેઢી માટે કાણીયો પૈસો શું કહેવાય, ચાર આના કે બે આના કેવા હતા તેની સમજ નહીં હોય. તેથી મારા સંતાનો સહિત નવી પેઢીને જોવા માટે જ હું અત્યારથી તેનો સંગ્રહ કરી રહ્યો છું....

ફોટો - http://v.duta.us/h3F7JQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uGfIWAAA

📲 Get Anand News on Whatsapp 💬