અમદાવાદ: સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી પાસેથી મળ્યું કંઇક એવું કે…!

  |   Gujaratnews

અમદાવાદની સાબરમતી જેલમાંથી સીમ કાર્ડ અને મોબાઇલ મળવાની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે, ત્યારે ફરી એકવખત સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો છે.

સાબરમતી જેલના બેરેક નંબર 1માંથી મોબાઈલ અને સીમકાર્ડ મળી આવતા જેલ પ્રશાસન અને પોલીસ સતર્ક થઇ ગઇ હતા. કારણ કે તેના પાછળ પણ ખાસ કારણ છે.

જેટ એરવેઝની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવા ફેલાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી બિરજુ સલ્લા પાસેથી ફોન મળી આવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જેલ સ્ટાફ દ્વારા જૂની જેલમાં દસ ખોલી યાર્ડમાં 1 નંબરની ખોલીમાં પાકા કામના કેદી બિરજુ સલ્લાના સામાનની તપાસ કરતા તેની પથારીમાંથી એક એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/efbjugAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/WxldbwAA

📲 Get gujaratnews on Whatsapp 💬