રાણપુર પાસે નર્મદા કેનાલમાં પડેલી વાછરડીને બચાવવા જતા યુવાનનું મોત

  |   Surendranagarnews

રાણપુર તા. 13 જુલાઈ 2019, શનિવાર

રાણપુરના ખોખરનેશ રોડ પાસેથી નર્મદા કેનાલમાં વાછરડીને બચાવવા જતાં માલધારી યુવાનનું સાયફનમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા લીંબડી-વલ્લભીપુરની કેનાલનું પાણી બંધ કરાવી માલધારી યુવાન અને વાછરડીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. રાણપુર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

રાણપુર શહેરના દેસાઈવોરા વિસ્તારના ચોરા પાસે રહેતા કુકાભાઈ રૂપાભાઈ જોગરાણા પોતાના પશુધનને ચરાવવા માટે ખોખરનેશ રોડ પાસે ગયા હતા. પશુધન ઘાસ ચરી રહ્યું હતું ત્યારે એક નાની વાછરડી ચરતા ચરતા બાજુથી પસાર થતી લીંબડી-વલ્લભીપુરની નર્મદા કેનાલમાં પડી ગયુ હતું.

કુકાભાઈ જોગરાણાની નજર પડતાં જ વાછરડીને બચાવવા માટે કેનાલમાં કૂદકો લગાવ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી કુકાભાઈ વાછરડી સાથે સાયફનમાં ફસાઈ ગયા હતા. આજુબાજુ પશુ ચરાવતા માલધારીઓએ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી....

ફોટો - http://v.duta.us/QklohgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HZ32BwAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬