સિવિલ હોસ્પિટલમાં બે જોડિયા બાળકોનાં મોત, પરિવારજનોએ ડોક્ટર વિરૂદ્ધ કરી ફરિયાદ

  |   Gujaratnews

શહેરની સિવિલ હોસ્પિટલ અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે. દર્દીનુ સારવાર દરમિયાન મોત થાય ત્યારે ડોક્ટરોની બે દરકારીને લઈ આક્ષેપો થતા હોય છે. આજે પણ તેવો જ આક્ષેપ સિવિલના ડોક્ટરો સામે કરવામાં આવ્યો છે.

સાણંદના ગરોડીયા ગામના વતની અને બોપલમાં રહેતા વાઘેલા હરીશચંદ્રની પત્ની જીગીશાને 5 તારીખે પ્રસવ પીડા શરુ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને 7 તારીખે બે જોડીયા બાળકોને તેમણે જન્મ આપ્યો હતો. જન્મના 32 કલાકમા બાળકીનુ મોત થયુ જ્યારે આજે સારવાર દરમિયાન દિકરાનુ પણ મોત થયુ અને ત્યાર બાદ ડોક્ટરની બેદરકારી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો.

જોકે હોસ્પિટલ સત્તાધિસોનુ કહેવુ માનીએ તો બન્ને બાળકોનો જન્મ સમય પહેલા એટલે કે પ્રિ-મેચ્યોર ડીલીવરી હતી. તેથી બન્ને બાળકો જન્મ બાદ સ્વાસ્થય સારુ રહેતુ ન હતુ. અને તે કારણે મોત થયુ છે. તેમ છતા પરિવારે આપેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/vgptFgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RSUrVAAA

📲 Get gujaratnews on Whatsapp 💬