નડિયાદ / અભદ્ર વર્તન કરતા શિક્ષકને શિક્ષિકાએ મેથીપાક ચખાડ્યો

  |   Nadiadnews

ડીપીઓએ મામલાને ટલ્લે ચઢાવ્યો

સરસવણીની શાળામાં શિક્ષકનું પરાક્રમ

Divyabhaskar.comJul 24, 2019, 08:25 AM ISTનડિયાદ: મહેમદાવાદ તાલુકાના સરસવણીની પૂ.રવિશંકર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને હાલના શિક્ષક ધનાભાઈ ડાભી દ્વારા શાળા શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરતા શિક્ષિકાએ ઝાપોટ્યા હોવાની વિગતોએ ચકચાર મચાવી છે. પોતાનાથી અડધી ઉંમરની શિક્ષિકા સાથે ગેરવર્તન કરતા વિફરેલી આ શિક્ષિકાએ ધનાભાઈ ડાભીને બંન્ને હાથોએ મેથીપાક ચખાડ્યો હતો.

સરસવણીની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાની સાથે આ જ શાળાના શિક્ષક ધનાભાઇ ડાભીએ અણછાજતું વર્તન કર્યુ હોવાનો મામલો બહાર આવ્યો છે. જોકે, શિક્ષિકાએ પણ આ લપંટ શિક્ષકને બંન્ને હાથોએ ધીબી નાંખી પાઠ ભણાવ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે, તેમજ આ સમગ્ર મામલો ડીપીઓ સુધી પહોંચી ગયો છે. છતાં તેઓ તપાસના બહાના કાઢી રહ્યા છે. જેને લઇ લપંટ શિક્ષકની સાથોસાથ તેને છાવરનાર ડીપીઓ સામે પણ શિક્ષણ આલમ અને સરસવણીના ગ્રમજનોમાં રોષ પ્રવર્તે છે. પાછલા ચાર વર્ષથી તંત્રને આવેદનપત્ર આપી તેઓની સામે કડક પગલાં ભરવા તથા અન્ય સ્થળે બદલી કરવા સુધીની માગણી પણ કરાઇ છે. જોકે ધનાભાઈ ડાભી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણી હોદ્દેદાર છે અને સંઘ પ્રમુખ પ્રવિણભાઈ પટેલના નજીકના સાથીદાર હોઈ આ વગના જોરે તેઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. હાલમાં વગના જોરે આ મામલાને રફેદફે કરવાના થતા પ્રયાસો સામે શિક્ષણ આલમના લોકો ફીટકાર વરસાવી રહ્યા છે....

ફોટો - http://v.duta.us/ZjPo9QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Jh82vQAA

📲 Get Nadiad News on Whatsapp 💬