બે ટ્રકમાંથી લાખોની કિંમતના પાર્સલોની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ

  |   Surendranagarnews

પાટડી તા.23 જુલાઈ 2019, મંગળવાર

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-વિરમગામ હાઈવે પરથી ચાલુ વાહને તેમજ પાર્ક કરેલ વાહનોમાંથી પાર્સલો સહિતના મુદ્દામાલની ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે માલવણ-વિરમગામ હાઈવે પર હોટલ પાસેથી ટ્રકમાંથી લાખોની કિંમતના પાર્સલોની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી અંગે ફરિયાદ નોંધાવા પામી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામ ખાતે આવેલ ગોદામમાંથી ખેડા તરફ માલભરીને જઈ રહેલ ટ્રક ધ્રાંગધ્રા પાસે આવેલ સોલડી ટોલટેક્ષ પાસે પહોંચ્યો હતો અને ત્યાં હાઈવે પર ટ્રકચાલક મહિન્દ્રસિંગ રાજારામ પ્રભાપતિ રહે.ધનવા ઉત્તરપ્રદેશવાળો ટ્રકમાં સુઈ રહ્યો હતો અને સવારના સમયે જાગીને માલવણ-વિરમગામ હાઈવે પર ટ્રક લઈને સવારમાં રવાના થયાં બાદ માલવણ ટોલટેક્ષ પાસે ટ્રક ઉભી રાખી ચેક કરતાં ટ્રકમાંથી અલગ-અલગ કંપનીના સાબુના બોક્ષ નંગ-૯૪ કિંમત રૂા. ૨,૦૧,૦૦૫ની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે કંપનીની ઓફીસે જાણ કરી હતી અને બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી....

ફોટો - http://v.duta.us/7SrJ5gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Gr4CkQAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬