અરવલ્લીનાં ભીલોડામાં ગોઝારો અકસ્માત, રીક્ષાનાં થયા બે ટૂકડા, ત્રણનાં ઘટનાસ્થળે મોત

  |   Gujaratnews

અરવલ્લીમાં અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, આ કસ્માત એટલો ગંભીર હતો કે, જીપડાલા સાથે અથડાતા રીક્ષાના બે ટૂકડા થઇ ગયા હતા અને ઘટનામાં રીક્ષામાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લીના ભીલોડાના મોહનપુર ચોકડી પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા એક જીપડાલાએ રીક્ષાને ભયાનક ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, રીક્ષાનાં બે ટુકડા થઇ ગયા હતાં અને રીક્ષામાં સવાર તમામ લોકોનાં મોત નિપજ્યા હતાં. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્રથામિક વિગત નોંધી વધું તપાસ હાથ ધરી હતી.

આ ગોઝારી ઘટના બાદ હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, તો રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો ત્યાં જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્ખે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/QzitwAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BoJlfAAA

📲 Get gujaratnews on Whatsapp 💬