આણંદ / ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા સોનીને લૂંટી ફરાર, ચોરી સીસીટીવીમાં કેદ

  |   Anandnews

સોનાની ઝુમ્મરવાળી બુટ્ટી, નાકની ચુની વગેરે મળી અંદાજે રૂપિયા પાંચ લાખની મત્તા સેરવી ગયા

Divyabhaskar.comJul 08, 2019, 07:06 PM ISTઆણંદઃ આણંદ શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા 75 વર્ષીય વૃદ્ધ સોનીને સોમવારે બપોરે લૂંટી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધ સોનીના જણાવ્યા અનુસાર, તેઓ સોનાની ઝુમ્મરવાળી બુટ્ટી અને નાકની ચુની જેમાં રાખી હતી તેવી ચાર ડબ્બીઓ આંખના પલકારામાં ખિસ્સામાં મૂકી ફરાર થઈ ગયા હતા. જેની અંદાજિત કિંમત પાંચ લાખ રૂપિયા થાય છે. આ સંદર્ભે આણંદ શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આણંદ શહેરના જૂના રસ્તા સ્થિત અપના બજાર સામે 50 વર્ષ જૂની એક સોના-ચાંદીના ઘરેણાંની દુકાન આવેલી છે. તેના માલિક હસ્તીમલ ખેતાભાઈ સોની છે. સોમવારે બપોરે બે કલાકે તેઓ તેમની દુકાનમાં સુતા હતા. દરમિયાન, એ સમયે એક શખ્સ તેમની દુકાનમાં પ્રવેશ્યો હતો અને તેણે તેને ચાંદીનું માદળીયું ખરીદવું છે તેમ કહ્યું હતું. દરમિયાન ચાંદીનું માંદળીયું તેણે લીધા બાદ તુરંત તેના સો રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં બીજો એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે સોનાના ઑમની માંગણી કરી હતી. બાદમાં તેઓ પાંચ મિનિટ સુધી દુકાનમાં રોકાયા હતા અને વાતોમાં રાખ્યા હતા....

ફોટો - http://v.duta.us/k4a39QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DZ0EYQAA

📲 Get Anand News on Whatsapp 💬