કેન્દ્ર સરકારના વાઘને ઘી-કેળા ને વનરાજ અને ગજરાજને સૂકો રોટલો!

  |   Gujaratnews

એક તરફ કેન્દ્ર સરકાર ગુજરાતના સિંહો બચાવવાની વાતો કરી રહી છે. ગુજરાતના ગીરમાં રહેલા આ જ એશિયાટિક સિંહો પર દેશ ગર્વ અનુંભવી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર તેનું જતન કરવામાં ઉણી ઉતરી રહી હોય તેવુ જણાય છે. માત્ર સિંહ જ નહીં પણ હાથીને લઈને પણ કેન્દ્ર સરકારનું કંઈક આવુ જ વલણ છે. જ્યારે વાઘ પર તો સરકાર રીતસરની ઓળઘોળ હોય તેમ લાગે છે. વાઘ માટે સરકારે 1000 કરોડથી પણ વધારેના ફંડની ફાળવણી કરી છે જ્યારે સિંહ અને હાથી એમ બંને માટે થઈને પણ 100 કરોડ નથી ફાળવી શકી.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સંકલિત વન્યજીવન રહેણાંક વિકાસ યોજના (સી.એસ.એસ.-આઇ.ડી.ડબલ્યુ.એચ.) હેઠળ કેન્દ્ર સરકારે પાછલાં ત્રણ વર્ષોમાં સિંહના સંવર્ધન માટે રૂ. 23.16 કરોડ, હાથી માટે રૂ. 75.86 કરોડ જ્યારે વાઘ માટે રૂ.1010.69 કરોડ આપ્યા છે. ભારત સરકારે ગુજરાત સરકાર સાથે મળીને કુલ રૂ. 97.85 કરોડના અંદાજપત્ર ધરાવતા એક પ્રોજેક્ટ એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્ય સભામાં જુલાઈ 8,2019ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ કરી હતી....

ફોટો - http://v.duta.us/vnqtGQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CHMzvwAA

📲 Get gujaratnews on Whatsapp 💬