ગુજરાત હાઇકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઉધડો લીધો-‘આ કોઈ મનોરંજનનું સ્થળ નથી’

  |   Gujaratnews

રાજયસભાની ચૂંટણીમાં એહમદ પટેલની જીતને પડકારતી અરજદાર બળવંતસીહ રાજપૂતે ઇલેકશન પીટીશન કરી હતી. આજની ઉલટતપાસ દરમિયાન વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ગોળગોળ વાતો કરે છે તેવી અરજદારના વકીલ દેવાંગ વ્યાસે કરી હતી. વારંવાર ટકોર કરવા છતાં પરેશ ધાનાણીએ તે પ્રવૃત્તિ ચાલુ રાખતાં હાઇકોર્ટે પરેશ ધાનાણીનો ઉધડો લેતાં આકરા શબ્દોમાં કહ્યું હતું કે, દરેક પ્રશ્નના આડા અવળા જવાબ ના આપો, આ કોર્ટ છે, અહીંયા કોઇના મનોરંજન માટે આવ્યા નથી.

આજની ઉલટતપાસ દરમિયાન ધાનાણીએ જણાવ્યું હતું કે, ભોળા ગોહીલ ગુમ થયા હોવાનું મને જાણવા મળતાં મેં તેમને ફોન કર્યો હતો. તેમનો મોબાઇલ સ્વીચ ઓફ હોવાથી તેમને મેસેજ કર્યો હતો કે, ભોળા તું ભૂલો પડયો હોય તો ઘરે પાછો આવી જા. આ મેસેજ સોશિયલ મીડીઆમાં પણ વાઇરલ કર્યો હતો. તે હજુ પણ ઉપલબ્ધ છે. જરુર પડયે રજૂ કરી શકીશ. મીટીંગમાં અપાયેલ વ્હીપ તેમને વાંચ્યો ન હતો કે તેમાં વ્હીપનો ભંગ કરનારને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની વાત દર્શાવેલી તે પણ ખબર ના હતી. પણ તેમને મીટીંગમાં સમજણ આપી હોવાથી ખબર છે. આ વાત તેમને ત્યારે પહેલી વખત ખબર પડી હતી....

ફોટો - http://v.duta.us/IMCLmgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sSOoLgAA

📲 Get gujaratnews on Whatsapp 💬