ફરજમાં બેદરકારી દાખવનારા ભુજ બી. ડીવીજન પોલીસ સ્ટેશનનાં PSI સસ્પેન્ડ

  |   Gujaratnews

ભુજના KC જ્વેલર્સના માલિક કિશોર શાહને ફેસબૂક મારફતે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાના મામલામાં સમયસર FIR ના નોંધી બેદરકારી દાખવનારાં ભુજ બી. ડીવીજન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.એન.પ્રજાપતિને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભુજના KC જ્વેલર્સના માલિક કિશોરશાહ પોતે અરજદાર ભુજ બી. ડીવીજન પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગે ફરિયાદ નોધાવતા માટે ગયા હતા. જ્યાં પીએસઆઈ પ્રજાપતિ ખંડણી જેવા ગંભીર ગુનાની ફરિયાદ ના નોંધીને દાખવેલી બેદરકારીના કારણે જ હનીટ્રેપ કરનારાં આરોપીઓની હિંમત વધુ ખુલી ગઈ હતી અને તે જ્વેલર્સ પાસેથી નાણાં પડાવ્યા હતા.

કિશોરને ફેસબૂક મારફતે ફસાવનારી સીમરન ખાન સાથેની વાતચીતના આધારે બ્લેકમેઈલ કરી 13મી મેનાં રોજ હફિઝા નામની કહેવાતી પ્રેસ રીપોર્ટર અને અલ્તાફ ઊર્ફે ઓસમાણ ગની ગગડાએ તેની પાસેથી 70 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ બાદ કિશોર શાહ ભુજ બી ડિવિઝન પોલીસ મથક દોડી ગયો હતો....

ફોટો - http://v.duta.us/OhH-vQEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/l7XRyAAA

📲 Get gujaratnews on Whatsapp 💬