યુવાનો અને વસ્તી ભારતના કિંમતી સ્રોત છે, પ્રગતિનો પારો ઊંચો લાવશે

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkJul 08, 2019, 07:40 AM ISTયુનિ.માં સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન સ્થપાશે

યુનિ.ના ચેરપર્સન તેજલ અમિન સહિત TCSના ચેરમેન અને આદિત્ય બીરલાના પ્રેસિડેન્ટે સંબોધન કર્યું

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરની નવરચના યુનિવર્સિટી દ્વારા તેના 10માં સ્થાપના દીવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીસીએસના ફાઉન્ડર તેમજ ડેટામેટ્રીક્સ સોફ્ટવેર કંપનીના ચેરમેન ડો. લલીત કનોડીયા અને આદીત્ય બીરલા ગ્રુપના પ્રેસિડેન્ટ રવી સિતાની સઉપસ્થિત રહ્યા હતા. ડો કનોડીયાએ ‘શિક્ષણ ભારતના આર્થિક વિકાસની ચાવી ધરાવે છે’ વિષય પર ઉપસ્થિતો સાથે વિશેષ ચર્ચા કરી હતી.

ડો કનોડીયાએ જણાવ્યું હતું કે, વિકાસની હરણફાળ ભરતા ભારત દેશ માટે જ્ઞાન અને ટેક્નોલોજી એમ બે મહત્ત્વના પરિબળો છે. આ બંને પરિબળો શિક્ષણ થકી જ હાંસલ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે આજે ભારતમાં નિરક્ષરતાનો દર 30% છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. તેઓએ વ્યવસાયલક્ષી શિક્ષણના મહત્ત્વ અને જરૂરીયાત સમજાવી હતી અને જણાવ્યું હતું કે, ભારતે વ્યવસાયલક્ષી શિક્ષણના ક્ષેત્રે જાપાન, જર્મની અને અમેરિકા પાસેથી પ્રેરણા લેવી જોઈયે. યુનિયન બજેટ 2019માં શિક્ષણ ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી. જે આપવું ખુબજ જરૂરી છે કારણકે દેશની ઉન્નતી આજના યુવાનો થકી જ થવાની છે અને તેમના માટે જ છે. યુવાનો જ દેશનું સાચું ધન છે....

ફોટો - http://v.duta.us/xggn6gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IWCH_QAA

📲 Get Vadodara News on Whatsapp 💬