વડોદરા / વડોદરામાં એક જ રાતમાં 5 મગર પકડાયા, ચોમાસામાં મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે

  |   Vadodaranews

વર્તમાન ચોમાસાની ઋતુમાં કુલ 15 મગર પકડાયા

વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રયસ્થાન છે

Divyabhaskar.comJul 08, 2019, 03:07 PM ISTવડોદરાઃ ચોમાસાની જમાવટ થતાની સાથે જ વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોની સોસાયટીઓમાં મગરો પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ છે. ગત રાત્રિ દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા 5 મગરો રેસ્ક્યુ કરી વન વિભાગને લાવવામાં આવ્યા હતા.

5થી 6 ફૂટની લંબાઇના મગર પકડાયા

વન વિભાગના આર.એફ.ઓ. નિધીબહેન દવેએ જણાવ્યું હતું કે, ગત રાત્રે વિવિધ વિસ્તારોમાંથી 5 મગરો વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પકડી વન વિભાગમાં લાવવામાં આવ્યા છે. આ મગરો કમાટીબાગ, નિઝામપુરા, લાલબાગ, માણેજા અને ઇ.એમ.ઇ. પાસેથી પકડાયા છે. પકડાયેલા મગરો આશરે 5થી 6 ફૂટના હતા. ચોમાસાની ઋતુમાં મગર આક્રમક બનતા હોય છે. જેથી મગર દેખાય તો તુરંત જ વન વિભાગને જાણ કરવી જરૂરી બની જાય છે. જો મગરને વધુ છંછેડવામાં આવે તો તે નુકશાન પણ પહોંચાડી શકે છે. જોકે, હજી સુધી મગર દ્વારા હુમલો કરાયો હોવાની કોઇ ઘટના સામે આવી નથી. પકડાયેલા મગરોની તબબી તપાસ કરી પુનઃ સુરક્ષિત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.

ફોટો - http://v.duta.us/sbo0wgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/r408bgAA

📲 Get Vadodara News on Whatsapp 💬