અમદાવાદમાં મિત્રએ જ મિત્રને બનાવી દીધો ‘મામુ’, કરી 4.5 કરોડ રૂપિયાની ઠગાઈ

  |   Gujaratnews

અમદાવાદના પ્રહલાદનગર ખાતે રહેતાં મિત્ર સાથે મિત્રએ જ ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાથે અભ્યાસ કરતાં મિત્ર કૃષ્ણકાંતે મિત્રને પોતાની કંપનીમાં રોકાણ કરવાનું કહીને 2 કરોડ રોકાવ્યા અને ડિરેક્ટર બનાવ્યો હતો. ડિરેક્ટર બનાવી મિત્ર અને તેની પત્નીના નાને 4.5 કરોડની બિઝનેસ અને પર્સનલ લોન લઈ લેતાં આ અંગે શનિવારે સાંજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આનંદનગર પ્રહલાદનગર ખાતે આવેલાં સેપલ ગારનેટમાં મુકેશ ચોરડીયા તેમના પરિવાર સાથે ભાડેથી રહે છે. અને કાલુપુર કર્મા પોલીમર્સ નામની ટ્રેડિંગ કંપની ધરાવી વેપાર કરે છે. અગાઉ પરિવાર સાથે મુકેશ દુબઈ ગયો હતો. અને પરત આવ્યા બાદ મિત્ર કૃષ્ણકાંત ગોયલને મળ્યો હતો. તેઓ લક્ષ પોલિટેક્ષ પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવે છે. કૃષ્ણકાંતે મુકેશને કંપનીમાં લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ મુકેશ 1 કરોડના શેર ખરીદી 2016માં કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયો હતો. એક મહિના બાદ મુકેશે પોતાના પિતાને નામે ડિરેક્ટર પદ ટ્રાન્સફર કર્યું હતું. બાદમાં કંપનીના એક ખાતામાં 1 કરોડ રૂપિયા ભર્યા હતા....

ફોટો - http://v.duta.us/tR37oAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VsU1AAAA

📲 Get gujaratnews on Whatsapp 💬