અમરેલી: ભાઈ-ભાભીની નજર સામે સગર્ભાને ઉઠાવી જઈ બળાત્કાર

  |   Gujaratnews

અમરેલી જિલ્લામાં જાણે કે કાયદો અને વ્યવસ્થાનો આરોપીઓને કોઈ ભય જ ન હોય તેમ રક્ષાબંધનના પવિત્ર તહેવારની રાત્રે જ ભાઈને રાખડી બાંધવા માટે આવેલી બહેન ઉપર રાત્રીના સમયે પિતરાઈ ભાઈ ભાભીની નજર સામેથી છરીની અણીએ મહિલાને લઈ જઈને બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. બીજા દિવસે લોકોએ આરોપીને પકડીને તેની જાહેરમાં સરભરા કરી હતી.

આ અંગે ભોગ બનેલી 22 વર્ષીય પર પ્રાંતિય મહિલાએ પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશની આ મહિલા તેના પતિ, બહેનો અને અન્ય પરિવાર સાથે અમરેલી જિલ્લામાં રહે છે અને તેમના અન્ય સગાઓ નજીકના ગામોમાં જ રહીને આ તમામ લોકો ખેતી કામ કરે છે. તા.15ના રક્ષાબંધનના અતિ પવિત્ર તહેવારના દિવસે રર વર્ષીય પરિણીતા પોતાના પતિની રજા લઈને નજીકના ગામ અડતાળામાં પોતાના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી અને સાંજે ઘરે પરત ફરતા મોડું થઈ ગયું હોવાના કારણે લાઠીના લુવારીયા ગામે પરત આવી ત્યારે તેના પતિ વાડીએ હાજર નહોતા. જેથી બાજુની વાડીમાં રહેતા તેમના મામાના દિકરા ભાઈ અને ભાભીની સાથે વાડીમાં ઝૂંપડામાં સૂઈ ગઈ હતી. આ દરમિયાન રાત્રીના સમયે લાઠીના ઝરખીયા ગામે રહેતો મૂળ એમપીનો રાજુ નરસિંગ વાસ્કેલા નામનો શખશ આવ્યો હતો અને છરીની અણીએ મહિલાના ભાઈ ભાભીની નજર સામે જ ઉપાડી ગયો હતો....

ફોટો - http://v.duta.us/mmCihAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tpjWGAAA

📲 Get gujaratnews on Whatsapp 💬