કામગીરી / ભરૂચના કોન્સ્ટેબલને બેસ્ટ કોપ ઓફ ધ મન્થનો એવોર્ડ મળ્યો

  |   Bharuchnews

સાયબર ક્રાઇમના ગુનાઓ ઉકલેવામાં સરાહનીય કામગીરી

સાયબર ક્રાઈમના કર્મીઓએ સતત પાંચમી વખત એવોર્ડ પ્રાપ્ત કર્યો

Divyabhaskar.comAug 18, 2019, 08:55 AM ISTભરૂચ: ગુજરાત રાજ્યમાં ઈ-ગુજકોપ એપ્લીકેશનના ઉપયોગથી ગુનો ઉકેલવાની કામગીરીની માહિતી તેમજ સાયબર ક્રાઇમને લગતી કામગીરી ચકાસતા ભરૂચ સાયબર સેલના પો.કોન્સ્ટે.ધર્મેશ ગોહિલને ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા એનાયત કરાયો છે.

રાજયભરના જિલ્લાઓ અને શાખાઓની ઇ-ગુજકોપ એપ્લીકેશનના ઉપયોગથી ગુનો ઉકેલવાની કામગીરીની માહિતી તેમજ “સાયબર ક્રાઇમ” લગતી કામગીરી ચકાસતા ભરૂચ સાયબર ક્રાઇમ શાખાના ગુનાઓની પરીણામલક્ષી કામગીરી કરવા બદલ સાયબર ક્રાઈમ સેલના પો.કો.ધર્મેશ બાકોરભાઈ ગોહિલને રાજયમાં સાયબર ક્રાઇમનાં ગુનાની પરીણામલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરી સાયબર કોપ ઓફ ધી મન્થ માટે પસંદગી પામ્યા હતાં. તેમને રાજ્યના ડીઆઈજી શિવાનંદઝાએ એવોર્ડ એનાયત કર્યો હતો.ત્યારે શ્રેષ્ઠ કામગીરીને ભરૂચ એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓએ બીરદાવી તેઓને અભિનંદન આપ્યાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઈમમાં કામગરી કરતાં કર્મીઓએ પરિણામ લક્ષી શ્રેષ્ઠ કામગીરી કરી હોવાથી સતત પાંચમી વખત ભરૂચ જિલ્લા પોલીસને આ એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે.

ફોટો - http://v.duta.us/damt7gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/L5GYXQAA

📲 Get Bharuch News on Whatsapp 💬