‘ખાવાંની સાથે દારૂની જરૂરિયાત હોય તો કહેજો’, વડોદરામાં બિયર સાથે ઝડપાયો Swiggyનો ડિલિવરી બોય

  |   Gujaratnews

હાલ અમદાવાદ, વડોદરા સહિત મેગા સિટીમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. પણ આ ધંધાનો ઉપયોગ હવે બૂટલેગરો પણ કરી રહ્યા છે. વડોદરામાં સ્વીગી કંપનીનો ડિલિવરી બોય બિયર વેચતો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ મામલે પોલીસે ડિલિવરી બોય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના લક્ષ્મીપુરા ગામમાં રહેતો રાહુલ મહિલા થોડાં સમય પહેલાં સ્વિગીના ડિલિવરી બોય તરીકે જોડાયો હતો. રાહુલ કસ્ટમરને ફૂડ ડિલિવરી કરવા જતો ત્યારે ગ્રાહક સાથે મિત્રતા કેળવીને તેઓ દારૂનાં શોખીન છે કે નહીં તે જાણી લેતો હતો. અને બાદમાં ગ્રાહકોને ઓફર આપતો કે, જમવાની સાથે દારૂ કે બિયરની જરૂરિયાત હોય તો કહેજો.

રાહુલ ગ્રાહકોને પોતાના પર્સનલ નંબરની પણ આપલે કરતો હતો. જે બાદ તે ઓનલાઈન ફૂડની સાથે દારૂની પણ ડિલિવરી કરતો હતો. પોલીસને આ વાતની બાતમી મળતાં તેઓએ વોચ ગોઠવી હતી. જે બાદ રાહુલ ડિલિવરી બેગમાં 6 બિયર લઈ જતાં રંગેહાથે ઝડપાયો હતો. પોલીસે આ મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/OY0xSgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6f5UrAAA

📲 Get gujaratnews on Whatsapp 💬