ગોંડલનો યુવાન રામકથા તથા હનુમાન ચાલીસા ઉંધી લખવામાં માહિર

  |   Gujaratnews

ગોંડલ તાલુકાના રીબડા ગામના ગિરાસદાર યુવાન રામકથા તેમજ હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે. ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાને ઉંધી લખી શકવાની કૌશલ્યતાને ગુરુના આશિષ માની રહ્યા છે.

રીબડાના રહેવાસી ખેતીવાડી તેમજ ગોંડલ પાસે રાજારામ હોટલ ચલાવતા સર્વજીતસિંહ શત્રુઘનસિંહ જાડેજા (ઉંમર વર્ષ 34) હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રામકથા અને હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે તેઓ દ્વારા ઉંધી રીતે 47 જેટલી બુક લખવામાં આવી છે જેના આશરે પેઇજ 4772 થાય છે અને તાજેતરમાં જ તેઓ દ્વારા ઉંધી લિપિના લખાણ વાળી બુક પ્રિન્ટ કરાવી પૂજ્ય હરિચરણદાસજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવી હતી.

તેઓની આ સિદ્ધિને સર્વજીતસિંહ ધોરાજી સ્થિત ચૈતન્ય હનુમાનજી મંદિર પંચદર્શનનામ અખાડાના ગુરુ લાલુગીરી બાપુના આશીર્વાદ ગણી રહ્યા છે. તેઓની પ્રેરણાથી જ તેઓનાં લેખન શૈલીમાં વૃદ્ધિ થવા પામી છે. હાલ તેઓ માત્ર એક જ કલાકમાં હનુમાન ચાલીસા ઊંધી રીતે લખી શકે છે....

ફોટો - http://v.duta.us/dDH_RgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rqXt8wAA

📲 Get gujaratnews on Whatsapp 💬