જૂનાગઢના યુવાન સાથે લગ્નનાં છ દિ' બાદ યુવતી 10 હજાર લઈ છૂ

  |   Junagadhnews

જૂનાગઢ,તા. 17 ઓગસ્ટ 2019, શનિવાર

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા યુવાને ૯૭ હજાર રૂપિયા દલાલોને આપી વડોદરા રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના છ દિવસમાં જ યુવતી ઘરમાંથી ૧૦ હજાર રૂપિયા લઈ નાસી ગઈ હતી. યુવાને વડોદરાની આ ટોળકી સામે ૨૪ જુલાઈના પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ હજુ પોલીસે ગુનો દાખલ ન કરતા પરિવારની કફોડી હાલત થઈ છે.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં દરગાહ નજીક રહેતા રવિન્દ્રભાઈ ચંદ્રકાન્તભાઈ ગટેચા (ઉ.વ.૪૦)ના માતાનું ૧૮ વર્ષ પહેલા અવસાન થયું હતું. હાલ તેના ૭૪ વર્ષિય વૃધ્ધ પિતા તથા ભાઈ સાથે રહે છે. અત્યાર સુધી પિતા રસોઈ તથા અન્ય કામ કાજ કરતા હતા. પરંતુ તેની ઉંમર થતા તેઓ કામ ન કરી શકતા તેઓએ સગા સબંધીઓને પુત્ર રવિન્દ્રના લગ્ન માટે વાત કરી હતી. ત્યારે એક સગાએ કોકીલાબેન નામની મહિલાનો સંપર્ક કરાવ્યો હતો અને તેણે મનુભાઈ નામના દલાલનો સંપર્ક કરાવ્યો હતો. ત્રણ વર્ષ દરમ્યાન આ દલાલે સાત જેટલી કન્યા બતાવી હતી....

ફોટો - http://v.duta.us/0G_JAQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5g1XxQAA

📲 Get Junagadhnews on Whatsapp 💬