થરાદ સાંચોર હાઈવે પર અકસ્માત સર્જાતા પાટડીના બે યુવકોનાં મોત

  |   Surendranagarnews

થરાદ, તા. 17 ઓગસ્ટ 2019, શનિવાર

થરાદ સાંચોર હાઈવે પર ખોડા ગામ નજીક ટ્રકની પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાટડીના પાંચ મિત્રો સુંધા માતાજીના દર્શન કરી પરત ફરતા શુક્રવારની મોડી સાંજે થરાદ સાંચોર હાઈવે પરના ખોડા નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ સાંચોર હાઈવે પર ખોડા નજીક મોડી સાંજે કાર ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલ પાંચમાંથી બેના મોત નિપજ્યા હતા અને ત્રણ ઘાયલ થતા સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાટડીના પાંચ મિત્રો સુંધાજી માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને સાંજે પરત ફરતા સાંચોરથી થરાદ હાઈવે પર ખોડા નજીક કારના ચાલકે આગળ જતી ટ્રકને પાછળ ટક્કર મારતા કારમાં સવાર પાંચમાંથી રમેશભાઈ મેલાજી ઠાકોર, રહે. પાટડી, જિ. સુરેન્દ્રનગર અને જગાભાઈ મણાભાઈ ઠાકોર.( રહે. વિસાવડી, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) ના માથાના ભાગે ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા....

ફોટો - http://v.duta.us/X9KrdQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/p8KxmAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬