નડિયાદ / શહેરમાં મહિલા પાસે અઘટીત માંગણી કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  |   Nadiadnews

તલહા વ્હોરા અને આમીર ડાકોરવાલા મહિલાને હેરાન કરતા

Divyabhaskar.comAug 18, 2019, 08:42 AM ISTનડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાના લગ્ન માલાવાડા કરાયા હતા. ઇદ બાદ પરણિતા નડિયાદ પિયરમાં આવી હતી. આ સમયે તલહા વ્હોરાએ પરણિતાને ફોન કરીને તેની સાથે સંબંધ રાખવાનું કહી અઘટીત માંગણી કરતાં પરણિતાએ ફોન કાપી નાખ્યો હતો. થોડા કલાકો બાદ અન્ય નંબર પરથી ફોન આવતાં તે ફોન પરણિતાની બહેને ઉપાડ્યો. સામેથી આમીર ફિરોજ ડાકોરવાલા બોલતો અને તલહા વ્હોરાએ તેને પરણિતાનો નંબર આપીને ટાઇમપાસ કરવાનું કહ્યું હોવાનું જણાવતાં, સહુ ચોંકી ઉઠ્યા હતા. અલગ અલગ નંબર પરથી ફોન કરી, અન્ય શખ્સો પાસે ફોન કરાવી અને અઘટીત માંગણીઓ કરનાર તલહા વિરુદ્ધ અંતે પરણિતાએ નડિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/Mj2ZfgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ed1C8AAA

📲 Get Nadiad News on Whatsapp 💬