પાકિસ્તાનથી આવેલાં બે યુગલોએ રાજકોટમાં કર્યા ધામધૂમથી લગ્ન

  |   Gujaratnews

રાજકોટમાં પાકિસ્તાનથી આવેલાં બે પાકિસ્તાની યુગલોએ લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના કરાચીમાં રહેતાં મહેશ્વરી સમાજના બે યુગલો 16 ઓગસ્ટના રોજ લગ્ન કરવા માટે રાજકોટ આવ્યા હતા. અનિલ લાખિયા-નિશા લાખિયા અને ચેતન ડોરૂ-મંજુલા ડોરૂના લગ્ન મહેશ્વરી સમાજે કરાવ્યા હતા. આ બંને યુગલમાંથી એક યુગલ ભારતમાં જ રહેશે તો બીજું યુગલ પાકિસ્તાન પરત ફરશે.

રાજકોટ મહેશ્વરી સમાજ દ્વારા પાકિસ્તાનનાં 90થી વધારે યુગલોનાં લગ્ન કરાવ્યા છે. એટલું જ નહીં, પણ આ યુગલોને ભારતમાં રહેવાં માટે પણ મદદ કરે છે. આ 90 યુગલોમાંથી મોટાભાગના યુગલો કરાચીનાં હોય છે. પાકિસ્તાનમાં હિન્દુ સમાજનાં લોકોને ખૂબ પરેશાન કરવામાં આવે છે. પાકિસ્તાનમાં તેઓને સાદગીથી લગ્ન કરવા પડે છે.

પાકિસ્તાનના કરાચીમાં લગભગ 3000 મહેશ્વરી સમાજનાં પરિવાર રહે છે. ભારત-પાકિસ્તાનનાં વિભાજન સમયે તેઓ પાકિસ્તાનમાં રહી ગયા હતા. પણ હવે તેમનાં સમુદાયના લોકો ભારત આવવા ઈચ્છે છે. કેમ કે, પાકિસ્તાનમાં તેઓને સારૂં વાતાવરણ મળતું નથી. તો આ બંને યુગલોએ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવતાં ભારત સરકારનાં વખાણ કર્યા હતા....

ફોટો - http://v.duta.us/SbVojQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/c2RxPAAA

📲 Get gujaratnews on Whatsapp 💬