મોરબી સિંચાઈ કૌભાંડમાં પુનાભાઈ રાઠોડને અંતે જેલ ભેગા કરી દેવાયા

  |   Surendranagarnews

હળવદ, તા. 17 ઓગસ્ટ 2019, શનિવાર

મોરબી જિલ્લાની નાની સિંચાઇ યોજનાના કૌભાંડની અંદર છેલ્લે પકડવામાં આવેલ હળવદ તાલુકાની રણમલપુર ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેનના રિમાન્ડ પૂરા થતાં હાલમાં તેને જેલહવાલે કરવામાં આવેલ છે અને આ કૌભાંડની અંદર હજુ આગામી દિવસોમાં ભાજપના વધુ એક આગેવાનની વિકેટ પડશે તેવા સંકેતો પોલીસ સૂત્રો તરફથી મળ્યા છે

મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડની અંદર અત્યાર સુધીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ધારાસભ્ય, નિવૃત ઇજનેર, કોન્ટ્રાક્ટર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ તેમજ ભાજપના આગેવાન સહિતનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને છેલ્લે હળવદ તાલુકાની રમલપુર ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પુનાભાઇ દેવાભાઇ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂરા થતા હાલમાં પુનાભાઇ રાઠોડને મોરબી જેલ હવાલે કરવામાં આવેલ છે....

ફોટો - http://v.duta.us/jMBjkgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tBLveAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬