મહેસૂલી કર્મચારીઓનું હવે 23 સુધી વર્ક ટુ રૂલ આંદોલન

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkAug 18, 2019, 07:45 AM ISTમહેસૂલી કર્મચારીઓને બઢતી આપવા સહિતના 17 મુદ્દાનુ નિરાકરણ ન આવતા મહેસૂલી કર્મચારી મહામંડળના એલાનના ભાગરૂપે વડોદરા સહિત રાજયભરના મહેસૂલી કર્મચારીઓએ શનિવારે પ્રતિક ધરણાં કર્યા હતા.

રેવન્યુ તલાટી સંવર્ગને મહેસૂલ વિભાગમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગમાં ભેળવી દેવા, નાયબ મામલતદારોની સિનીયોરિટી યાદી તૈયાર કરવી સહિતની માંગણીઓ મહેસૂલ કર્મચારી મહામંડળે કરી છે. વડોદરા સહિત રાજયમાં નાયબ મામલતદારોની કુલ 2400 જગા ખાલી પડી છે અને તેના કારણે કર્મચારીઓ પર કામનુ ભારણ વધી રહ્યુ છે. આ સંજોગોમાં, તા.17ના રોજ વડોદરા સહિત રાજયભરમાં મહેસૂલી કર્મચારી મંડળના નેજા હેઠળ પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા. એટલુ જ નહીં, તા.19થી 23 સુધી વર્ક ટુ રૂલ અને કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવવાનુ તેમજ તા.26ના રોજ માસ સીએલનુ એલાન આપવામાં આવ્યું છે. આ મુદત સુધીમાં જો સરકાર કોઇ નિરાકરણ નહીં લાવે તો તા.29મીથી અચોક્કસ મુદત માટે હડતાળ પાડવાની ચીમકી આપવામાં આવી છે. આમ, મહેસૂલી કર્મચારીઓને બઢતી આપવા સહિતના 17 મુદ્દાનુ નિરાકરણ ન આવતા મહેસૂલી કર્મચારી મહામંડળના એલાનના ભાગરૂપે વડોદરા સહિત રાજયભરના મહેસૂલી કર્મચારીઓએ શનિવારે પ્રતિક ધરણાં કર્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LdKACAAA

📲 Get Vadodara News on Whatsapp 💬