રાજ્ય સરકારની બે સ્લમ રિ-ડેવલપમેન્ટ પૉલિસીમાં વિસંગતતા

  |   Gujaratnews

રાજ્ય સરકારે ૮મી ઓગસ્ટના રોજ ખાનગી જમીન પર આવેલા સ્લમ રિ-ડેવલપમેન્ટ પૉલિસી-૨૦૧૯ જાહેર કરી હતી પણ હવે રાજ્ય સરકારની સરકારી જમીનના સ્લમ રિ-ડેવલપમેન્ટની પૉલિસી-૨૦૧૩ તથા ખાનગી જમીનના સ્લમ રિ-ડેવલપમેન્ટ પૉલિસી-૨૦૧૯માં મકાનના ક્ષેત્રફળની વિસંગતતા સામે આવી છે. રાજ્ય સરકારની ૨૦૧૩ની સરકારી જમીનના સ્લમ રિ-ડેવલપમેન્ટની પૉલિસીમાં પહેલાં ઝૂંપડા સામે ૨૫ ચો.મી.ના મકાનની જોગવાઈ કરાઈ હતી જેમાં મ્યુનિ. તંત્રએ વધારો કરી ૨૯.૫૦ ચો.મી.નું મકાન આપવાનું નક્કી કર્યું હતંુ જ્યારે ખાનગી જમીન ઉપરની સ્લમ રિ-ડેવલપમેન્ટની પૉલિસીમાં ઝૂંપડા સામે ૩૭ ચો.મી.નું મકાન આપવાનું નક્કી કરાયું છે.

AMCએ ૨૦૦૯માં સ્લમનો સરવે કરાવ્યો હતો તે વખતે શહેરમાં ૮૩૪ સ્લમ હતા જેમાં ૨,૬૨,૫૫૧ પરિવારો વસવાટ કરતા હતા પછી ૨૦૧૦માં સ્લમનો ફરી સરવે કરાવ્યો હતો તે વખતે સ્લમની સંખ્યા ૯૦૦ ઉપર થઈ હતી પણ તે કેગ દ્વારા જ્યારે સ્લમ રિ-ડેવલપમેન્ટ માટે કરાયેલા સરવેનું ઓડિટ કરવામાં આવ્યું હતુ તે વખતે ફોર્મ કોરા હોવાની કે વિગતો પૂરતા પ્રમાણમાં ન હોવાથી વિગતો સામે આવી હતી. હવે મ્યુનિ.એ બંને પૉલિસીમાં ૨૦૧૦ના સ્લમના સરવેને ધ્યાને લેવાય છે પણ નવ વર્ષ બાદ આ સ્લમમાં મોટા પ્રમાણમાં ફેરફાર થયા છે અને બંને પૉલિસીમાં સ્લમ રિ-ડેવલપમેન્ટમાં બિલ્ડર જ જાતે લાભાર્થી નક્કી કરતાં હોય છે તેથી મૂળ લાભાર્થીઓને લાભ મળવાથી રહી જાય છે તેવા આક્ષેપ પણ થતાં રહે છે....

ફોટો - http://v.duta.us/LHfvEAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bVzDIgAA

📲 Get gujaratnews on Whatsapp 💬