વડોદરા / નવાયાર્ડ અને ટીપી-13 વિસ્તારમાં કાળા અને દુષિત પાણીની સમસ્યા, 10 હજાર રહીશો ત્રસ્ત

  |   Vadodaranews

10 દિવસથી દુર્ગંધવાળા પાણીથી લોકો પરેશાન

દર અઠવાડિયે ટાંકી સાફ કરવી પડે છે

Divyabhaskar.comAug 18, 2019, 10:59 AM ISTવડોદરા: સમગ્ર વડોદરા શહેરમાં ગંદા પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. મહાનગરપાલિકાના શાસક પક્ષ શહેરીજનોને ગંદા પાણીની પરેશાનીમાંથી મુક્તિ અપાવામાં સંદતર નિષ્ફળ ગયો છે. શહેરીજનોએ ખોબે ખોબે ભરીને આપેલા વોટની સામે કાળું દુર્ગંધવાળું અને દુષિત પાણી પીવાનો વારો આવ્યો છે. શહેરના નવાયાર્ડ વિસ્તાર સહિત ટીપી 13માં આવેલા સોસાયટી વિસ્તારોમાં કાળા રંગનું પાણી આવી રહ્યું છે.

નવાયાર્ડ-ટીપી 13 વિસ્તારની 4 સોસાયટીમાં કાળું પાણી આવે છે

છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના રહીશો પીવાનું પાણી તો મંગાવી જ રહ્યા છે, પંરતુ ન્હાવા ધોવા માટે શું કરવું તે ખબર પડી રહી નથી. દર અઠવાડિયે ટાંકી સાફ કરવાને ટેન્કો બોલાવાનો વારો આવી રહ્યો છે. ટીપી 13 વિસ્તારમાં 4 સોસાયટીઓમાં કાળું અને દૂષિત પાણી આવી રહ્યું છે. 31મી જુલાઇએ આવેલા પૂર બાદ સતત આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વધી જવા પામી છે. છેલ્લા કેટલાય દિવસથી તો સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હાલ્યું નથી. સ્થાનિક રહીશો સતત રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. નવાયાર્ડ વિસ્તારમાં ઠેર ઠેર ડોહળા પાણીની સમસ્યા છે. જયારે ટીપી 13માં આવેલી મેઘધનુષ સોસાયટી, જય મતાજી નગર, શ્રી દર્શન, તરૂણ નગર સહિતની આસપાસ આવેલી સોસાયટીઓમાં કાળુ પાણી આવે છે....

ફોટો - http://v.duta.us/9Pr6OQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xonYVQAA

📲 Get Vadodara News on Whatsapp 💬