સોના-ચાંદીનાં ભાવ આસમાને, ઘરાકી ઘટી, વેપારીઓ પરેશાન, આ છે ભાવ વધવાનું કારણ

  |   Gujaratnews

સોનાનાં ભાવ પ્રતિ 10 ગ્રામ 38,950 રૂપિયા સુધી પહોંચ્યા પછી સ્થિર થઈ ગયા છે. જો કે, બજારના વર્તુળોનું કહેવું છે કે, ગોલ્ડના ભાવ ગમે તે ઘડીએ વધી 40 હજારને પાર કરી દેશે. ઓગસ્ટ મહિનામાં જ બે વાર ભાવ વધ્યા છે. 37, 750નો ભાવ વધીને 38,950 સુધી ગયો છે. આમ ગોલ્ડનો ભાવ 40 હજારની સપાટી સુધી પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ 43500 સુધી ગયો છે. બજાર વર્તુળોના મતે ગોલ્ડ 40 હજાર અને ચાંદી 45 હજારની સપાટી વટાવી દેશે.

ગોલ્ડ અને સિલ્વરના ભાવો અગાઉ આટલી તેજીથી વધ્યા નથી. ઘરાકી છે નહીં અને 50 ટકાની ડિસ્કાઉન્ટ ઓફરો આપીને ગ્રાહકોને વેચાણ થઈ રહ્યું છે. નવા ઓર્ડર મળતાં નથી. જૂની ઈન્વેન્ટરી પડેલી હોય ત્યાં સુધ નવો સ્ટોક લેવાનું જોખમ કરી શકાય તેમ નથી. શો રૂમનું લાઈટ બિલ અને સ્ટાફના પગાર વગેર ખર્ચાઓ વધારે છે. તેવા સંજોગોમાં નાના દુકાનદારોને ભારે તકલીફો ઉભી થઈ શકે છે. દિવાળીના દિવસો નજીક આવે તે પહેલાં ખરીદીઓ શરૂ થાય છે પણ હાલની પરિસ્થિતિએ એવું લાગે છે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 40 હજાર થઈ જશે. ત્યારબાદ ડિસેમ્બરમાં લગ્ન સિઝન શરૂ થતી હોય છે. તેની ખરીદી બે મહિના પહેલાંથી શરૂ થાય છે. એટલે ડિસેમ્બર સુધી મંદી રહે તેવું લાગી રહ્યું છે....

ફોટો - http://v.duta.us/QN6INgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9l0ebwAA

📲 Get gujaratnews on Whatsapp 💬