3 ફાઇટરોએ 5મી બેંગ્લોર ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkAug 18, 2019, 07:45 AM ISTએમ.એમ.એ એસોસિએશન ગુજરાત તેમજ વિકાસ સ્પોર્ટસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના 20 ફાઇટરો 5મી બેંગ્લોર ઓપન એમએમએ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયા હતા. આ ફાઇટરો છેલ્લા 2 મહિનાથી કોચ બબલુ સાવંત હેઠળ તાલીમ લઇ રહ્યા હતા. 5મી બેંગ્લોર ઓપન એમએમએ ચેમ્પિયનશિપમાં ગુજરાતના વડોદરા, અમદાવાદ, આણંદ, કરમસદ અને રાજકોટ શહેરમાંથી 7 થી 26 વર્ષના ફાઇટરોએ ભાગ લીધો હતો.જેમાં દૃષ્ટી પંચાલ, જીસલ પરમાર અને ખુશી ગોહીલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું. તેમજ પ્રેમ સાવંત, પ્રિશા પંડ્યા, ઉત્કર્ષ સિંઘ, રીયા ચૌહાણ, જયરાજ ચવાણ, રૂદ્ર ભટ્ટ અને ખુશી મકવાણાઓ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું. તે સાથે વીર પટેલ, આદર્શ બારોટ, આકાશ પોલકર, આશુ ડુબે, આર્યન બ્રહ્મભટ્ટ અને હર્ષ વડેરાઅે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. વિકાસ સ્પોર્ટસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડન્ટ સત્યમ વિચારેએ જણાવ્યું હતું કે ગોલ્ડ મેડાલીસ્ટ વિજેતાઓ નવેમ્બરમાં બહેરીન ખાતે યોજનાર એમએમએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે. તદુપરાંત વિકાસ સ્પોર્ટસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને અમિ લાઇફ સાયન્સ પ્રા.લિ દ્વારા બેંગ્લોર જવા માટેનો ખર્ચો પૂરો પાડવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/vNtHkwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/T6bclAAA

📲 Get Vadodara News on Whatsapp 💬