કામગીરી / વડોદરામાં પૂરની સ્થિતી બાદ તમામ 292 ફિડર્સ કાર્યરત કરી વીજ પૂરવઠો શરૂ કરાયો

  |   Vadodaranews

8200 ટ્રાન્સફોર્મર્સ સેન્ટરથી વીજ પૂરવઠો શરૂ કરાયો

ગ્રાહકોએ ના પાડી હોય ત્યાં જ પૂરવઠો બંધ રખાયો

Divyabhaskar.comAug 05, 2019, 07:57 PM ISTવડોદરા શહેરમાં કાર્યરત તમામ 292 ફીડર્સ તેમજ 8200 ટ્રાન્સફોર્મર્સ સેન્ટરમાં વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવેલ છે.રહેણાંક વિસ્તારમાં, પ્રથમ રેસીડેન્સી (ઇન્દ્રપુરી) ના માત્ર 25 વીજ જોડાણો, ગ્રાહક ના વીજસ્થાપન સુધી પાણી હોવાથી સલામતી ના કારણોસર ચાલુ કરાયેલ નથી.

166 ફરિયાદોનો નીકાલ

વાણિજ્ય વિસ્તારમાં પણ ભોંયરામાં આવેલ ગ્રાહકોનો વીજપુરવઠો, ભોંયરામાં પાણી કાઢવાનું કામ અથવા સફાઈ કામચાલુ હોવાથી, આવા કેટલાક ગ્રાહકોની વિનંતીને ધ્યાને લઇ સલામતીના કારણોસર વીજપુરવઠો ચાલુ કરેલ નથી.આવા વાણિજ્ય વિસ્તારોમાં ફોનિક્સ કોમ્પ્લેક્સ, સુનર કોમ્પ્લેક્સ, બ્રેકલેન્ડ અને પ્રથમ કોમ્પ્લેક્સ નો સમાવેશ થાય છે.ઉપરાંત, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 3857 જેટલી વ્યક્તિગત ફરિયાદો નું પણ નિરાકરણ કરવામાં આવેલ છે અને માત્ર 166 જેટલી ફરિયાદોનો નિકાલ (સાંજે 6 કલાક સુધીમાં) બાકી છે , જેની કામગીરી ચાલુ છે.

ફોટો - http://v.duta.us/BMCY1QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SiJfJAAA

📲 Get Vadodara News on Whatsapp 💬