મેઘ કહેર / વલસાડમાં ધસમસતા પાણી પરથી ડાઘુઓને જોખમ ખેડી સ્મશાન યાત્રા યોજવાની ફરજ પડી

  |   Valsadnews

વયોવૃધ્ધનું બીમારીમાં મોત થતાં સ્મશાન યાત્રા યોજાઈ

ડાઘુઓએ જીવના જોખમે સ્મશાન યાત્રા પીચીંગ પરથી યોજી

Divyabhaskar.comAug 05, 2019, 07:05 PM ISTવલસાડઃશહેરના બંદર રોડ પર એક વયોવૃધ્ધનું બીમારીના કારણે નિધન થયું હતું. વયોવૃધ્ધના નિધન અને વરસાદને જોતાં ડાઘુઓએ પીચીંગ પર વધારે પાણી આવે તે પહેલાં જ સ્મશાન યાત્રા યોજી હતી.ઔરંગા નદીમાં પાણીનો વધારો થતાં પીચીંગ પર પાણી ફરી વળ્યાં અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતાં.

જીવના જોખમે સ્મશાન યાત્રા

બંદર રોડ પર રહેતા મનોજ ઈશ્વર પટેલનું બીમારી બાદ મોત નીપજ્યું હતું. સવારમાં મોત થયું ત્યારે ભારે વરસાદ હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી ઔરંગા નદી ગાંડીતૂર બની હતી. વલસાડના કૈલાસ રોડ પર આવેલા સ્મશાનમાં અગ્નિદાહ માટે મૃતદેહને લઈ જવા માટે પીચીંગ પર થઈને જવું ફરજીયાત હોવાથી ડાઘુઓએ જીવના જોખમે પીચીંગના ધસમસતા પ્રવાહમાંથી સ્મશાન યાત્રા યોજવાની ફરજ પડી હતી.

ફોટો - http://v.duta.us/tVDaZgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pRFuzgAA

📲 Get Valsad News on Whatsapp 💬