ફૂડ રસિયાઓ સાવધાન! અમદાવાદના આ જાણીતાં પિત્ઝા આઉટલેટની ડિશમાંથી નીકળી જીવાત

  |   Gujaratnews

ગુજરાતીઓ ખાવાનાં શોખીન હોય છે. પણ હવે બહારનું ખાવાનું પસંદ કરતાં ફૂડ રસિકો માટે એક માઠા સમાચાર છે. અમદાવાદની ખૂબ જ જાણીતી વિલિયમ જ્હોન્સ પિત્ઝા આઉટલેટમાંથી જીવતી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ આરોગ્ય તંત્રએ વિલિયમ્સ જ્હોન પિત્ઝાના આઉટલેટમાં તપાસ હાથ ધરી હતી. અને આઉટલેટને સીલ મારી દીધું હતું.

અમદાવાજના સાયન્સ સીટિ રોડ ઉપર JBR આક્રેટમાં આવેલાં વિલિયમ જ્હોન્સ પિત્ઝા આઉટલેટની આ ઘટના છે. જેમાં એક ગ્રાહકને પિત્ઝામાં જીવતી જીવાત જોવા મળી હતી. જીવાત જોતાં જ ગ્રાહકે પિત્ઝા આઉટલેટમાં હોબાળો મચાવ્યો હતો. અને આ મામલે હેલ્થ વિભાગને પણ ફરિયાદ કરી હતી.

પિત્ઝામાંથી જીવાત મળવાની ફરિયાદ કરતાં જ હેલ્થ વિભાગ હરકતમાં આવી ગયું હતું. અને હેલ્થ વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ફૂડ ઈન્સ્પેક્ટરોએ પિત્ઝા આઉટલેટમાં દરોડા પાડતાં ત્યાંથી બગડેલાં બટેટાં, કોબીજ અને પારાવાર ગંદકી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ પિત્ઝા આઉટલેટ પાસે FSSIનું લાઈસન્સ પણ ન હતું. હાલ તો હેલ્થ વિભાગ દ્વારા વિલિયમ જ્હોન પિત્ઝાના આ આઉટલેટને સીલ મારી દેવામાં આવ્યું છે....

ફોટો - http://v.duta.us/XoSevwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1uqrHgAA

📲 Get gujaratnews on Whatsapp 💬