Pm મોદીએ દિલ્હીમાં 131 કરોડનાં ખર્ચે બનેલ ગરવી ‘ગુજરાત ભવન’નું લોકાર્પણ કર્યું

  |   Gujaratnews

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના અકબર રોડ પર 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલાં ‘ગરવી ગુજરાત ભવન’નું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગરવી ગુજરાત ભવનને કારણે ગુજરાતની કલા – સંસ્કૃતિની આગવી ઓળખ દિલ્હીમાં થશે. ત્યારે આવો જાણીએ નવનિર્મિત ગુજરાત ભવનમાં સુવિધાઓ કેવી છે .

નવું ગુજરાત ભવન અકબર રોડ પર બનાવ્યું છે. નવી દિલ્હીમાં 7066 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ગરવી ગુજરાત ભવનનું નિર્માણ થયું છે. તેનું આજે સાંજે ૭ કલાકે પ્રધામંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાશે. નવું ભવન પ્રધામંત્રીની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારું બનાવવામાં આવેલું છે. ગૂજરાતના પારંપરિક હસ્તકલા કારીગીરી કસબની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક રોકાણ માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. દિલ્હી વાસીઓ આ ગરવી ગૂજરાત ભવનમાં ગુજરાતી ખાન-પાન વ્યંજનનો આસ્વાદ પણ માણી શકશે, તેવી રીતે અદ્યતન સુવિધા સભર બનાવવામાં આવ્યું છે....

ફોટો - http://v.duta.us/c4GMSwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IykzDgAA

📲 Get gujaratnews on Whatsapp 💬