અમદાવાદના પાંચકૂવા પાસે મકાનની દિવાલ ધરાશાયી, એક વ્યક્તિને તત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

  |   Gujaratnews

અમદાવાદના પાંચકૂવા પાસે આવેલા એક મકાનની દિવાલ ધારાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે. જર્જરિત મકાનની દિવાલ ધારાશાયી થતા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાંચકૂવા પાસે આવેલા મોહલ્લાનગરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. આ ઘટનામાં એક મકાનની દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બે ભયજનક મકાન વચ્ચે આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે....

ફોટો - http://v.duta.us/45IO2AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5XAikAAA

📲 Get gujaratnews on Whatsapp 💬