ટેમ્પાની અડફેટે સાઈકલસવાર ભાઈ બહેન રોડ પર પટકાયા : ભાઈનું મોત

  |   Anandnews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 06:01 AM ISTઆણંદ આરટીઓ કચેરી પાસેથી ભાઈ અને બહેન સાઈકલ લઈ જઈ રહ્યા હતા ત્યારે ત્યારે પૂરઝડપે આવી રહેલા ટેમ્પાએ પાછળથી સાઈકલને ટક્કર મારતાં બંને ભાઇબહેનો રોડ ઉપર પટકાયા હતા. જેમાં 6 વર્ષના ભાઈને ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જે અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આણંદ નજીક યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસમાં રાજેશભાઇ ડાભીનો પરિવાર રહે છે. તેઓને 2 સંતાનો છે. જેમાં 8 વર્ષની દીકરી નંદિની રવિવાર બપોરે પોતાની સાઈકલ પાછળ નાનાભાઇ 6 વર્ષના અંશુને બેસાડીને આણંદના રૂપાપુરા વિસ્તારમાં રહેતા ફોઈ મનિષાબેન ડાભીના ઘરે જવા નીકળી હતી. ત્યારે બપોરના 2 વાગ્યે આણંદ જૂના સેવા સદન નજીક આરટીઓ કચેરી સામે પુરઝડપે આવી રહેલા ટેમ્પાચાલકે સાઇકલ સવાર બંન્ને બાળકોને ટક્કર મારતા બંને બાળકો રોડ પર પટકાયા હતા. જેમાં અંશુને ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું....

ફોટો - http://v.duta.us/ZjQTsQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_93HJwAA

📲 Get Anand News on Whatsapp 💬