બાવળાથી સરખેજ હાઈવે પરના રોડની બંને બાજુ કચરાના ઢગથી પરેશાની

  |   Surendranagarnews

બગોદરા તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર

અમદાવાદ જિલ્લાના બાવળાથી સરખેજ હાઈવેની બંન્ને સાઈડમાં કચરાના મોટા ઢગલાઓ જોવા મળી રહ્યાં છે ત્યારે આ કચરો મોટાભારે ખાનગી કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખાનગી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળાથી સરખેજ તરફ જતાં રસ્તા પર બંન્ને સાઈડમાં કચરાના મોટા ઢગલાઓ જોવા મળી રહ્યાં છે જેમાં બાવળાથી મોરૈયા, ચાંગોદર-સરખેજ સુધી મોટાપ્રમાણમાં કંપનીઓ આવેલી છે. ત્યારે આ કંપનીઓ દ્વારા કચરો ઢલવાતો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દુર્ગંધ મારતાં કચરાના ઢગ ખડકનાર કંપનીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

ફોટો - http://v.duta.us/5rGWMwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/b8eY4wAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬