ભથવાડા ટોલનાકા પર કારમાંથી 38 હજારના બિયર સાથે એકની ધરપકડ

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 06:21 AM ISTદેવગઢ બારિયા પોલીસે ભથવાડા ટોલનાકા ઉપરથી વાહન ચેકીંગ દરમિયાન વડોદરાના બે બુટલેગરને પહોંચાડવા કારમાં લઇ જવાતા 38,400 રૂપિયાના બિયરના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી છે. પોલીસે કુલ 2,90,400 રૂપિયાના મુદ્દામાલ કબ્જે લઇ ડ્રાઇવર, વડોદરના બે બુટલેગર સહિત ચાર ઇસમો સામે ગુનો નોંધ્યો છે.

લીમખેડા વિભાગના ડીવાયએસપી. કે.એમ.દેસાઇએ પ્રોહીબીનશન અને જુગારની પ્રવૃત્તી અટકાવવા આપેલી સુચનાથી દેવગઢ બારિયા પી.એસ.આઇ. બી.જી.રાવલ તથા સ્ટાફ ગતરાત્રીના સમયે ભથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકીંગની કાર્યવાહીમાં હતા. ત્યારે લીમખેડા તરફથી જીજે-06-કેડી-9585 નંબરની કારમાં વડોદરા તરફ વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે લઇ જવાતો હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે ભથવાડા ટોલનાકા ઉપર પોલીસ સ્ટાફ બાતમી વાળી ગાડીની વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી કાર આવતાં તેને ઉભી રખાવી ચાલકની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી આપતાં કારમાં નજર નાખતાં શંકાસ્પદ સરસામાન જણાતા તલાસી લેતાં ...અનુસંધાન પાના નં.2

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yI1m0QAA

📲 Get Vadodara News on Whatsapp 💬