માસા ગામમાં હત્યાકેસમાં પત્નીનો નિર્દોષ છુટકારો

  |   Navsarinews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:10 AM ISTગણદેવી તાલુકાના માસા ગામે થયેલ પતિના ખૂન કેસમાં પત્નીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ અંગે દાખલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગણદેવી તાલુકાના માસા ગામે 13 ફેબ્રુઆરી 2012 ના રોજ સાંજે રાજેશ નારણભાઇ પટેલને તેમની પત્ની અનિતાબેન તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો સાથે ઝઘડો થયો હતો.આ ઝઘડામાં અનિતાબેન તથા બે કિશોરોએ ભેગા મળી રાજેશભાઇને પછાડી ગળા ઉપર દબાણ લાવી મૃત્યુ નિપજાવ્યું હતું.વધુમાં આ ખૂંન ને આપઘાતમાં ખપાવવા માટે ઘરના ભારોટ સાથે નાયલોનનું દોરડું બાંધી બીજો એક નીચેનો છેડો કાપી નાખી લટકતો છેડો રહેવા દઈ કાપી નાખેલ ટુકડો ઘરના દાદર પાસે નાખી લાશને ખાટલામાં સુવડાવી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. આ કેસમાં મરનાર રાજેશની પત્ની અનિતા સામે આઈપીસીની કલમ 302, 201 અને 114 મુજબની ચાર્જશીટ દાખલ થઈ હતી. કેસ નવસારી જિલ્લાના મુખ્ય સત્ર ન્યાયાલય સમક્ષ ચાલી ગયો હતો, જ્યાં આરોપી તરફે સિનિયર એડવોકેટ પી. કે. મહિડાએ દલીલો કરી હતી. ન્યાયાધીશ બી. એન. મકવાણાએ ચુકાદો આપ્યો હતો. જેમાં આરોપી અનિતાબેન રાજેશભાઈ પટેલને ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KGFSowAA

📲 Get Navsari News on Whatsapp 💬