મા-દીકરાએ આખી રાત ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા જોઈ 3 વર્ષના ભત્રીજાનું ગળું કાપી નાખ્યું

  |   Gujaratnews

સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડામાં હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. જ્યાં કૌટુંબિક ઝઘડામાં મા અને દીકરાએ ભેગા મળીને સાડા ત્રણ વર્ષના પિતરાઈ ભત્રીજાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પુત્ર ઘરમાં સૂઈ ગયો હતો અને માતાએ બહારથી તાળું મારી દીધું હતું. હત્યાના આગલા દિવસે મા અને પુત્રએ ભેગા મળીને આખી રાત ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા જોયું હતું. પોલીસે આરોપી મા-દીકરાની ધરપકડ કરી લીધી છે.

પાટડી તાલુકાના ખારાઘોડાના નવા ગામમાં એક હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ગામમાં ઇમરાન જેલાનીભાઇ સૈયદ એમની બાજુમાં રહેતી સગી ભાભી મહેરૂબેન સૈયદ અને એના દીકરા આશીફ સૈયદ સાથે અગાઉ ઝઘડો થયો હતો. અને બંને પરિવાર વચ્ચે બોલવાના પણ વ્યવહાર ન હતા. ઝઘડાની દાઝ રાખી આરોપી આશીફે ભત્રીજા થતાં સોહેલને ઘરે બોલાવી છરીનાં ગળાનાં ભાગે છરીનાં ઘા મારી એની હત્યા કરી લીધી હતી. અને તેની લાશને એક પ્લાસ્ટિકના કોથળામાં ભરી અનાજ ભરવાનાં ઠામમાં પુરી દીધી હતી. અને પોતે હત્યા કરી ઘરમાં આરામથી સુઇ ગયો હતો. અને એની માતાએ ઘરને બહારથી તાળું મારી દીધું હતુ....

ફોટો - http://v.duta.us/qx13iwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yLxQugAA

📲 Get gujaratnews on Whatsapp 💬