રણોલી પાસે ટ્રેક્ટર ફસાતા ફાયર બ્રિગેડે બેને બચાવ્યા

  |   Vadodaranews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:46 AM ISTશહેર નજીક રણોલી અંડર પાસ પાસે એકાએક વરસાદને કારણે પાણીનું લેવલ વધી જતાં ટ્રેકટર ચાલક સહિત બે જણા ફસાઈ ગયા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને જણાને બચાવી લીધા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે રાત્રે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં અશોકભાઈ ઠક્કર (ઉ.વ.60) અને રમેશભાઈ હરીજન (ઉ.વ.32) નામનો યુવાન ફસાઈ ગયા હતા. અંડરપાસમાંથી ટ્રેકટર નીકળી શકે તેમ ન હતું અને પાણીના પ્રવાહના કારણે બંને જણા સામે જીવનું જોખમ ઊભું થયું હતું. સમયસર ફાયર બ્રિગેડની મદદ આવી પહોંચતાં બંને જણાને બચાવી લેવામાં આવ્યા હતા તેમ ફાયર બ્રિગેડના સાધનોએ ઉમેર્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KiOOeQAA

📲 Get Vadodara News on Whatsapp 💬