લાઇસન્સ તથા ટેસ્ટ જેવાં મહત્ત્વનાં કામો ન થતાં પહેલીવાર રવિવારે ખૂલ્લી રહેલી Rto ખાલીખમ

  |   Valsadnews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:51 AM ISTમોટર વ્હીકલના નવા કડક નિયમોની શરૂઆત થાય તે પહેલાં ચાલકો માટે વાહનોના રજીસ્ટેશન, નંબર પ્લેટ વગેરે કામગીરી કરવા માટે પહેલીવાર રવિવારે પણ RTO કચેરી ચાલુ રાખવામાં આવી હતી. જો કે, આ સાથે જ લાઇસન્સ કે ડ્રાઇવિંગ ટેસ્ટ જેવી મહત્તવની સેવાઓ બંધ રખાતા કચેરી મહત્તમ ખાલીખમ જોવા મળી હતી. જે અરજદારો આવ્યા તેમાં નંબર પ્લેટ માટે માત્ર 215, અન્ય કામગીરી માટે 127 અરજદારો આવ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આગામી દિવસોમાં મોટર વ્હીકલના નવા નિયમોનું કડકપણે અમલ કરવા જઈ રહ્યા છે. જેને લઈને વલસાડ RTO કચેરી અભૂતપૂર્વ રીતે રવિવારે ખુલ્લી રાખવામાં આવી હતી. જો કે, એક તો રવિવારે રજાનો દિવસ હોવાથી તેમજ લાઇસન્સ જેવા મહત્ત્વના કામ થવાના ન હોવાથી અરજદારો ખાસ ફરક્યા ન હતા. બીજીતરફ PUC કરવવા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા ચાલકોએ રજાનો સદઉપયોગ કર્યો હતો....

ફોટો - http://v.duta.us/hegUBwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qRAxLAAA

📲 Get Valsad News on Whatsapp 💬