લાંચ / નડિયાદના સરદાર ભવનમાં અનુસૂચિત જાતિની કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા નાયબ નિયામક 6000ની લાંચ લેતા ઝડપાયા

  |   Nadiadnews

Divyabhaskar.comSep 23, 2019, 07:01 PM ISTનડિયાદઃ શહેરના સરદાર ભવનમાં અનુસૂચિત જાતિની કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા નાયબ નિયામક જસવંત પરમાર 6 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે ખેડા જિલ્લાની એસીબી ટીમે અધિકારીને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પ્રીતિ કોમ્પલેક્ષમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ ચલાવવા માટે 36,940 રૂપિયાના ભાડાથી કરાર કરવામાં આવ્યો હતો. ત્યારે ફેબ્રુઆરી મહિના બાદ ભાડુ ન મળતા ફરિયાદી કચેરીમાં ગયા હતા. ત્યારે નાયબ નિયામકે ગ્રાન્ટના અભાવે ભાડુ ન ચૂકવ્યું હોવાનું જણાવ્યું હતું.

અટકેલા બીલ પાસ કરવા 6000 માગ્યા

નાયબ નિયામકે ફરિયાદીને ફોન કરીને તેમના બીલો તિજોરીમાંથી પરત આવ્યા હોવાનું જણાવ્યું હતું અને દરેક બીલને પાસ કરવા પ્રત્યેક બીલના 1000 રૂપિયા પેઠે 6 બીલ પાસ કરવાના 6000 રૂપિયા લાંચ તરીકે માગ્યા હતા. ફરિયાદી તેમને લાંચ આપવા માગતા નહોતા તેથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે આ મામલે છટકું ગોઠવી અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ફોટો - http://v.duta.us/hBWGWAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mmHewQAA

📲 Get Nadiad News on Whatsapp 💬