લીમડીમાં રાત્રે ઇન્ડીકેટર વગર ઉભેલી પંકચર ટ્રકમાં બાઇક અથડાતાં ચાલકનું મોત

  |   Dahodnews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 06:21 AM ISTલીમડી ગામના ચાકલીયા રોડ ખરસોડ ગામ નજીક રોડ ઉપર અંધારામાં ઉભેલી પંકચર ટ્રકમા પાછળથી બાઇક અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામનો 26 વર્ષિય મહેશભાઇ દલુભાઇ ડામોર ગતરોજ પોતાની જીજે-20-એએલ-3757 નંબરની બાઇક લઇ ચાકલીયા રોડ ઉપરથી જઇ રહ્યો હતો. ત્યારે ખરસોડ ગામ નજીક ટ્રકના ચાલકે પોતાના કબજાની પંકચર ટ્રક રોડ ઉપર કોઇ પણ આડાસ કે એન્ડીકેટર ચાલુ રાખ્યા વગર ભયજનક રીતે ઉભી રાખી હતી. જેથી બાઇક ચાલક મહેશભાઇ ને અંધારામાં રોડની સાઇડમાં પંકચર ઉભેલી ટ્રક ન જોવાતાં તે જોશભેર ટ્રક સાથે ભટકાયા હતા. જેમાં મહેશને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોટ ટોળા ભેગા થતાં બાઇક ચાલક યુવક કાળી મહુડીનો હોવાની જાણ થતાં કાળી મહુડી ગામમાં રહેતા ઐલેશભાઇ ભુરજીભાઇ બરજોડને ફોન દ્વારા જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં મહેશના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ સંદર્ભે કાળીમહુડીના ગામના ઐલેશભાઇ બરજોડે ટ્રકના અજાણ્યા ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IzOwiAAA

📲 Get Dahod News on Whatsapp 💬