વીજ ટ્રાન્સફોર્મરના વાયર બોક્ષમાં આગ લાગતાં અફડા-તફડી મચી

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર

સુરેન્દ્રનગર શહેરનાં જેલચોક વિસ્તારમાં આવેલ વિજટ્રાન્સ ફોર્મરના વાયર બોક્ષમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ બનાવ અંગે વિજ તંત્રના અધિકારીઓને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથધરી હતી અને સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરની મધ્યમાં જેલચોક વિસ્તારમાં આવેલ વિજ ટ્રાન્સફોર્મરના વાયર બોક્ષમાં રાત્રીના સમયે અચાનક આગ લાગતાં દોડધામ મચી જવાં પામી હતી જે અંગેની જાણ આસપાસનાં લોકોએ પીજીવીસીએલ તંત્રને કરતાં ઘટના સ્થળે પહોંચી વિજ પ્રવાહ બંધ કરી કામગીરી હાથધરી હતી.

જ્યારે પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે જો કે વિજ ટ્રાન્સફોર્મર સુધી આગ પહોંચે તે પહેલા જ સર્તકતા દાખવી આગને બુઝાવી દેતાં મોટી જાનહાની ટળી હતી.

ફોટો - http://v.duta.us/Q8jJ5wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gj9FAQAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬