વડોદરા / રિવાઇવલ ગૃપે Bcaની ઘોર ખોદી નાખી છે, 6 વર્ષમાં Bcciની ટુર્નામેન્ટમાં Bcaની એક પણ ટીમ વિજેતા બની નથીઃ રોયલ ગૃપ

  |   Vadodaranews

વર્તમાન વહીવટકર્તાઓએ બી.સી.એ.ને વ્યવસાય બનાવી દીધો હોવાનો આક્ષેપ

Divyabhaskar.comSep 23, 2019, 06:29 PM ISTવડોદરા: છેલ્લા છ વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશનનો વહીવટ કરી રહેલા રિવાઇવલ ગૃપે બરોડા ક્રિકેટ એસોસિએશનની ઘોર ખોદી નાખી છે. છેલ્લા છ વર્ષમાં બી.સી.એ.ની એક પણ ટીમ બી.સી.સી.આઇ. દ્વારા આયોજીત ક્રિકેટ મેચમાં વિજેતા બની નથી. તેવા આક્ષેપો રોયલ ગૃપના પ્રમુખના ઉમેદવાર સહિત સિનીયર ક્રિકેટરોએ કર્યાં હતા. તા. 27 સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણી પૂર્વે રોયલ ગૃપે સત્તામાં આવીશો તો બી.સી.એ.ને ટોપ પર લઇ જવાના દાવા કર્યા હતા.

સ્ટેડિયમ બનાવવા માટે પ્લાન કરીશું

બરોડા ક્રિકેટ એસોસિએશનના ઉમેદવાર જતીન વકીલે જણાવ્યું હતું કે, બી.સી.સી.આઇ. દ્વારા એસોસિએશનના ડેવલોપમેન્ટ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. બી.સી.એ.ના વર્તમાન વહીવટકર્તાઓ છેલ્લા 6 વર્ષમાં રૂપિયા 200 કરોડની ગ્રાન્ટ લાવી શક્યું નથી. પરંતુ, રોયલ ગૃપ સત્તામાં આવતાની સાથે જ સારા ચાર્ટડ એકાઉન્ટન્ટોની મદદ લઇ ઓડિટ રિપોર્ટ બનાવીને પેન્ડીંગ પડેલી ગ્રાન્ટ લઇ આવીશું. આ ઉપરાંત વહેલામાં વહેલીતકે સ્ટેડિયમ બને તેવા અમો પ્રયાસો કરીશું. જે માટે આગામી 3 વર્ષમાં સ્ટેડિયમ માટે પ્લાન બનાવીશું. અને સ્ટેડિયમ ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચો આવતી થાય તેવા પણ પ્રયાસો કરવાનો દાવો કર્યો હતો. આ સાથે તેઓએ વધુમાં સારી સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/TZXBLAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HzcmVwAA

📲 Get Vadodara News on Whatsapp 💬